આંખમાં યાદ તારી ફરે
ડૂસકાં એ પછી દિલ ભરે
ચોતરફ ભાત પગલાંની છે
ક્યાંક તું આટલામાં ફરે
ડાળ પર કૂંપળો ફુટે ને
પાન એકેક ટહુકા કરે
રાત વિશે આ જાણો તમે
રાત અંધાર પીધા કરે
એજ આશા અદિશ સાંભરે
પ્રેમ તારો ફરી પાંગરે
સૂર્ય તું આવજે
રાતને કાઢજે
દીપની જેમ તું
જાત અજવાળજે
જીંદગી જીવવા
સાથ તું આપજે
એક ટહુકો અદિશ
ડાળ પર છાપજે
No comments:
Post a Comment