Thursday, 23 February 2017

ગઝલ

હોયજો લાગણી
મોકલું માંગણી

હેતથી આપજો
પ્રેમની છાવણી

આંખને સ્પર્શતી
ઘેલછા ચોગણી

મૌનના શબ્દથી
મન કરે લાવણી

અંતરે રાખજો,
મોકલું બાંધણી.

ધંમલ નીલા હરૂભાઈ  ."ઝીલ ".

No comments:

Post a Comment