Thursday, 23 February 2017

ગઝલ

હાથમાં હાથ આપો પછી પૂછજો,**
આંખમાં આંખ માપો પછી પૂછજો.

નાચતી પાંપણો ફેરવે છે સખી,
લો હવે આગ ચાંપો પછી પૂછજો.

આજ સાકી ભરે જામમાં અશ્રુઓ,
અશ્રુ દે કેમ શાપો પછી પૂછજો.

આંગણે લીમડો છાંયડો આપતો,
ખેરવી ડાળ કાપો પછી પૂછજો.

ડૂબતી નાવડી ઝૂરતો ખારવો,
આ હૃદયનો બળાપો પછી પૂછજો.

કશ્યપ લંગાળિયા "કજલ"

તરહી ગઝલ ગઝલ ગુરુ શ્રી મંથનજીના મિસરા પર

No comments:

Post a Comment