Saturday, 18 February 2017

ગઝલ

તું મને ક્યાં શોધે, હું તારા શબ્દોમાં વસું છું,
તું ફકત વાંચી જો ,હું તારા કાવ્યોમાં વસું છું.

ના વહાવો! આ રીતે આસુંઓ ચોધાર જોજે!
હું વહી ના જાઉં; આ તારી આંખોમાં વસું છું.

તું કમળ છે ખીલેલું ને ,હું તો કાદવ છતાં પણ,
તાજગી ભર્યા તારા સુંદર અંગોમાં વસું છું.

હાથ મારો ઝાલી લે, સંગે ઉડવું છે હવે તો,
ઉડ જરા ધીરે ,હું તો તારી પાંખોમાં વસું છું.

રાખ થૈ જાશે છોને આજે મારો દેહ તો શું!
હું સદાને માટે આ તારા શ્વાસોમાં વસું છું.

-સંદીપ ભાટીયા(કવિ)

No comments:

Post a Comment