તું વંટોળે ઊડતી લટ છું,
હું ચગડોળે ચડતો વટ છું.
તું ખળખળ વહતી કાલિન્દી,
હું ખારા સાગરનો પટ છું.
કર તું નખરાં તારા પુરા,
હું પાકો જુગારી નટ છું.
સ્વીકારી લેજે તું આજે,
છું હું નાનો પણ નટખટ છું.
પથ્થરને તું ક્યાં પીગાળે,
હું સૂર્યે તાપેલો ઘટ છું.
કશ્યપ લંગાળિયા 'કજલ'
No comments:
Post a Comment