સાંભળતો થયો
પછી સમજતો થયો
ધીરે ધીરે બોલતો થયો
માં ગુજરાતી તુજ સંગ હું મોટો થયો.
ઘૂંટણભર થયો
પછી ઉભો થયો
ચાલતો થયો
શાળાએ ગયો
ધીરે ધીરે લખતો થયો
માં ગુજરાતી તુજ સંગ હું મોટો થયો.
ધોરણ પછી ધોરણ
આગળ વધતો ગયો
વિષય ઘણા ભણતો ગયો
અઘરા અઘરા ઘણા કહેતા
એ તમામ વિષયો સમજતો થયો
ધીરે ધીરે જાણકાર થયો
માં ગુજરાતી તુજ સંગ હવે જ્ઞાની થયો.
કેળવણી ની હર કેડીએ ચાલતો થયો
કંટકો ઘણા ટાણે ટાણે મળતા ગયા
કંકરો ચરણે પારાવાર અથડાતા ગયા
લથડી જવાનું કોઈ કારણ નથી
બચપણથી ઝાલી તારી આંગળી
માં ગુજરાતી તુજ હૂંફ સંગ હું તરી ગયો.
દુનિયાની દુનિયાદારી જાણી શક્યો
ભાષા ઘણી સમજી શક્યો
તાલમેલ વિશ્વ સાથે મેળવી શક્યો
અજ્ઞાનના અંધારા ખાળી શક્યો
માં ગુજરાતી તારા પ્રકાશે આ "નીલ" હર કઠિન રસ્તે ચાલી શક્યો.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Wednesday, 22 February 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment