Wednesday, 22 February 2017

ગઝલ

હાચવહયાં ચ્યમ ચ્યમ??  (ગીત)

મોઢું ભલેને તમે કહકહીન્ બાધહયાં
પણ,
આ આંખ્યોને બાંધીન્ રાખહયાં ચ્યમ  ચ્યમ?

આ હોઠને બીડીધ્યો એમ કંઈ હેડે?
માંહ્યલાને દાબીને રાખહયાં ચ્યમ  ચ્યમ?

અમે તો  લોથપોથ થૈ ગ્યા આ નેહમાં,
આ છૈયાને મોનભેર હાચવહયાં ચ્યમ ચ્યમ?

કેડીયું ફાટે તો દોરેથી હાંધીયે,
આ તો  હૈયું ફાટયું હોધહયાં  ચ્યમ ચ્યમ?

રંગીલી દુનિયાને હોય'લી બે બોલ,
છાનાંમાનાં  ભેતમાં હાંભળહયાં ચ્યમ ચ્યમ?
                      -પરમ પાલનપુરી

No comments:

Post a Comment