Wednesday, 22 February 2017

ગઝલ

હોઠ ને આવડે ઘણી ભાષા
તાળવે તો ય તળપદી ભાષા
હોય જગમાં તો અવનવી ભાષા
આપણે બોલ આપણી ભાષા
માં ને સમજાય: બાળ ભૂખ્યું છે
એ જ પહેલી ને આખરી ભાષા
આંખ છે જે બધું જ કહી દે છે
તો ય માણસને શીખવી ભાષા
મળ એ પહેલાં તું શીખી લે, ઈશ્વર
ગરવી ગુજરાતી ગલચટી ભાષા
- પ્રણવ પંડ્યા

No comments:

Post a Comment