Wednesday, 22 February 2017

છંદ

|| વીર નાગાર્જુન જેઠવા ||

(દોહા)

પત જાતી પોસાય ના, ચુકે ન ચારણ બોલ
બાધી ઢાંક બંબોળ, જંગે રાતી જેઠવા

દેકે શિશ દશોંદીકું, સમશેરો લઈ સાથ
પોગીન રણના પાથ, જોધા લડતો જેઠવા

ધમ મચાવતો ધુંધળી, રૂડી પાટણ રાખ
સુવર્ણી કી સિદ્ધે ફરી, ધારિયા આખી ઢાંક

ઢાંકી સોને ઢાંકને, સિદ્ધ ઔર સોનદેવ
શે'ર સુવર્ણે સેવ, જગારા દ્યે જેઠવા

બોલ ન ચુક્યો બોનના, કાળ જે બન્યો ક્રૂર
શમી ગ્યો તબ શૂર, જુબાન કાજે જેઠવા

(છંદ નરાચ)

ધરી દશોંદને મથા જોરાવરા રણે ચડે
ભરી ડગો મ્રતૂ પથે ખગા નિકાળતો કડે
કટંક શાલવાહના તણા બધા પછેડવા
કરાલ પાલ દ્વિરૂપે રણે અટંક જેઠવા (૧)

નરા અસલ પલ પલ શસ્ત્ર કાઢતા કડે
બધી અક્કલ થલમાં લગાડતા ભલે નડે
ધરાર પાછટી ગયો પતાકનીકું ભેદવા
કરાલ પાલ દ્વિરૂપે રણે અટંક જેઠવા (૨)

સકંધવાર સામટી બધી પતાવતો નરો
ખેખટ્ટ ઝટ્ટપટ્ટ ભાગતા દરેક કાયરો
હલ્લો ઘણો મચાવતા લગી સેના સમેટવા
કરાલ પાલ દ્વિરૂપે રણે અટંક જેઠવા (૩)

વિખેર વેર ઝેર ઝેર ખેર માંગતા બધા
કબંધ અંધ છે નહી રહો બધાય સાવધા
પછાડ સેનને બધી સવા સવા સવા સવા
કરાલ પાલ દ્વિરૂપે રણે અટંક જેઠવા (૪)

કાપડ્ડ કાજ લડ્ડતો થયોતો બંધ આખરે
વચન બોનડી તણાતે રાખિયા છતા પરે
લડંત અંત આણતા લગ્યું કબંધ બેઠવા
કરાલ પાલ દ્વિરૂપે રણે અટંક જેઠવા (૫)

વચન્ન ચારણા તણા જ પાળવા થયો જમા
થમા બિના લડી ઘણો કહે ધમા ખમા ખમા
હરેક ક્ષાત્રમાં પ્રકાશ આ સમોય પેટવા
કરાલ પાલ દ્વિરૂપે રણે અટંક જેઠવા (૬)

-કવિ ધાર્મિકભા ગઢવી 9712422105

No comments:

Post a Comment