Thursday, 23 February 2017

૧૦ ગઝલ

[2/23, 9:04 AM] ‪+91 98790 49553‬: સમંદરના તળથી ય હેઠો ગયો છું,
અને રાખમાંથી ય બેઠો થયો છું;

દુઆ-પ્રાર્થના-બાધા-આખડીઓ વચ્ચે,
હું કંઈ કેટલાંની જીદમાં જડ્યો છું;

કસોટી કરી જીવ સટોસટની એણે,
હું અંતે તો એમાંય અવ્વલ ઠર્યો છું;

રહ્યો થોડા દિવસનું આતિથ્ય માણી,
પછી થાપ દઈ એને પાછો ફર્યો છું;

ફરી યુદ્ધ કલ્યાણ સાબિત થયું 'પાર્થ'!
જીત્યો એટલે, કેમ કે હું લડ્યો છું.

: હિમલ પંડ્યા "પાર્થ"
[2/23, 11:11 AM] ‪+91 98790 49553‬: ડર હતો એ વખત કો'ક દિ આવશે;
શ્વાસ ખૂટશે અને જિંદગી આવશે!

ખોટ જેની હતી, ખોજ જેની રહી;
મારી સામગ્રીમાં એ જડી આવશે!

દોસ્તો જે ના ડોકાયા તકલીફમાં;
એ જનાજામાં જોજો મળી આવશે!

જેમને ભૂલવામાં ય સદીઓ વીતી;
જાણ ન્હોતી ફરી સાંભરી આવશે!

સાચવી ના શકાયું તો તૂટી ગયું!
સ્વપ્ન શણગાર્યું'તું એ ફરી આવશે?

: હિમલ પંડ્યા
[2/23, 11:12 AM] ‪+91 98790 49553‬: તું મળે, જીદ ફળે,
લોક છો ને બળે;

આ નજર ટળવળે,
તું જુએ, કળ વળે;

હેતની હૂંફથી
પીડ સઘળી ટળે;

આજ સાગર સ્વયં
જઈ નદીને મળે!

સાંજના સ્પર્શથી
સૂર્ય પણ ઓગળે;

જે ગુમાવ્યું અહીં,
એ જ પાછું મળે;

બોખલા સ્મિતમાં
બાળપણ સળવળે;

મૌન સંવાદને
કો'ક તો સાંભળે;

શબ્દના કાગળે
રોજ દીવા બળે;

આંખને ખોલતા
જીંદગી પ્રજ્વળે;

આંખને બીડતા
જીંદગી ઝળહળે.

: હિમલ પંડ્યા
[2/23, 11:13 AM] ‪+91 98790 49553‬: એવાં અવસર હવે આંગણે ક્યાં હતા?
હું હતો, તું હતી, આપણે ક્યાં હતા?

તો ય પીડાઓ સાગમટે આવી ગઈ,
તોરણો આમ તો બારણે ક્યાં હતા?

એટલે સૌ વ્યથાઓ અજાણી રહી;
આંસુઓ આપણી પાંપણે ક્યાં હતા?

આજ આવે છે જેઓ અહીં દોડીને,
પૂછ એને ખરે ટાંકણે ક્યાં હતા?

માંડ સૂતો છું, છંછેડશો ના હવે;
જીવતો હું હતો એ ક્ષણે ક્યાં હતા?

: હિમલ પંડ્યા
[2/23, 11:47 AM] ‪+91 98790 49553‬: વારવું પણ પડે!
ડારવું પણ પડે!

મનતણું માંકડું
મારવું પણ પડે!

અશ્રુ તો આવશે
સારવું પણ પડે!

ભીતરે હો અગન
ઠારવું પણ પડે!

પામવા બાજીને
ધારવું પણ પડે!

જીતવાને કદી
હારવું પણ પડે!

: હિમલ પંડ્યા
[2/23, 11:48 AM] ‪+91 98790 49553‬: કોઈ સાથે હતા, કોઈ સામે હતા!
દુશ્મનો પણ જુદા-જુદા નામે હતા!

ભીડ પડતા ભરોસો હતો જેમનો,
પ્રેમથી એ કહી ગ્યા કે 'કામે હતા!'

આંખમાં ઝેર, હૈયે છે નફરત ભરી;
આપણે કેટલા સામ સામે હતા!

શોધતો, થાકતો, હારતો તું ફરે!
ક્યાં પ્રભુ કોઈ દિ' ચાર ધામે હતા?

જોઈ અવ્વલ આ મંઝિલ અને ભાન થ્યું!
આપણે સાવ છેલ્લાં મુકામે હતા!

: હિમલ પંડ્યા
[2/23, 12:09 PM] ‪+91 98790 49553‬: આમ પણ થાય ને અેમ પણ થાય છે,
જીન્દગી જો ને, ક્યાંથી ક્યાં લઈ જાય છે!

આપણું આપણાંમાં ન હોવું હવે,
આમ જુઓ તો ચોખ્ખું જ વરતાય છે!

કોઈને જીતવાની અધીરાઈમાં,
જાતને સાવ હારીને બેસાય છે;

સાચવી રાખવાનું ગુમાવી દીધું!
આખરે ખૂબ મોડેથી સમજાય છે;

તું કહે છે કે શ્વાસો ઘણાં છે અને,
હું કહેતો રહું છું, સરી જાય છે;

કોઈ પીડા નકામી તો હોતી નથી,
આંસુ આવ્યે કવિતાઓ સર્જાય છે;

: હિમલ પંડ્યા
[2/23, 12:10 PM] ‪+91 98790 49553‬: રોશની આપવા છો બળે જીંદગી!
કૈંક એવું કરો, ઝળહળે જીંદગી!

કો'ક દિ' થાય એવું, ફળે જીંદગી!
ને બને એમ પણ, કે છળે જીંદગી!

સ્હેજ ઉન્માદમાં જો છકી જાવ તો;
કાન કેવો તરત આમળે જીંદગી!

આ તરફ અન્નકૂટ, સામી ફૂટપાથ પર;
ભૂખથી કેટલી ટળવળે જીંદગી!

શ્વાસ લો ને તરત શ્વાસ મૂકવો પડે!
એમ સહેલાઈથી ક્યાં મળે જીંદગી?!

છેવટે એ જ કરશે જે ધાર્યું હશે;
કોઈનું ક્યાં કદી સાંભળે જીંદગી!

પ્રેમથી, હેતથી રીઝવી જો શકો;
રીસ છોડીને પાછી વળે જીંદગી!

: હિમલ પંડ્યા
[2/23, 1:52 PM] ‪+91 98790 49553‬: એક ગુરુ વધારે છે, પણ વાત નીકળી છે એટલે આ ગઝલ મૂકું છું....

માંગશો શું?
પામશો શું?

હોઠ ઉપર
લાવશો શું?

યાદ-આંસુ,
ખાળશો શું?

અે જ રસ્તે
ચાલશો શું?

સ્વપ્ન પાછું
વાળશો શું?

પ્રેમ-નફરત
વાવશો શું?

દાવ-પેચો
ફાવશો શું?

છેક સુધી
રાખશો શું?

જાત સિવાય
બાળશો શુંં?

: હિમલ પંડ્યા
[2/23, 8:27 PM] ‪+91 98790 49553‬: वहां जाने का तुम कोइ न कोइ रासता रखना!
बिछड़ कर जा रहे है आज, उन का भी पता रखना!

उदासीयों के बढने पर वो रिश्तें काम आते है;
पुराने दोसतों से तुम हंमेशा वासता रखना!

जो अच्छा वक्त है वो खैर अच्छा ही करेगा पर;
बुरा जो दौर है उस से भी थोडा राबता रखना!

अगर वो ख्वाब में दिख जाए तो तुम सामने जा कर,
'तेरी उम्मीद पर ही आज जिन्दा हूं' - जता रखना!

कुबूल होती है मर कर भी दुअाएं नेक लोगों की;
जहां तक हो सके, खुद को यहां तुम बे-खता रखना!

: हिमल पंड्या९

No comments:

Post a Comment