Wednesday, 22 February 2017

ગીત

લોચનિયાં

સખી,તારાં લોચનિયાં વાગે છે દલમાં,
હું તો   કૂદી પડી જમનાના જળમાં !
                                        0સખી
જીણો જીણો જાગે, ઓલો  દરદ  મૂવો,
મારે  શેં  પૂરવો   પાદરનો   કૂવો ?
હું  તો પૂરાઈ જાઉં  હવે વાદળમાં !
                                       0સખી
પનઘટની  વાટ  આપે   વધામણી,
છૂઈ -મૂઈ બીડાઈ જાઉં હું લજામણી !
હું તો ખુલી જાઉં સાહ્યબાની કળમાં !
                                      0સખી
લાખ  મથું  તોયે, પાણિયારું  તાગે,
તુલસી કયારે મા ના  સંસ્કાર જાગે !
હું તો ખોવાઈ જાઉં મારા તળમાં !
                                     0સખી
ઝૂકી  ઝૂકી  ને  જોયા  કરું  આભને,
બોલાવી  લઉં  ચોઘડિયા  લાભને !
હું  તો   શોધું  મને સેજ ના વળમાં !
                                     0સખી
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત

No comments:

Post a Comment