Thursday, 23 February 2017

ગઝલ

ગાલગા  ગાલગા

તંતને  ટાળજે
ધીરથી વાળજે

જે મળે, તે ક્ષણે
તેહમાં ભાળજે

દેહનું  ખોળિયું
કર્મથી લ્હાણજે

જે થવાનું, થશે
જાત સંભાળજે

જીંદગી અવસરે
મોજથી માણજે

ને ફકીરી સમી
  કામળી  તાણજે

--------------હેમા ઠક્કર "મસ્ત "
    22- 2- 17

No comments:

Post a Comment