Thursday, 23 February 2017

ગઝલ

ગઝલ

*હાય રે !જિંદગી જો સરી જાય રી,*
*અધમણાં ભાર હૈયે ભરી જાય રી.*

*જિંદગી ચાલ તારી અઢી જોય ને,*
*આ બધી ચાલ મારી ફરી જાય રી.*

*દુઃખનાં ચ્યમ્ ડહોળાં તળાવો ભરો,*
*જીવતી માછલી જો મરી જાય રી*

*પાપ ખોબા ભરીને ઉલેચ્યાં બધાં,*
*ડૂબતી નાવડી જો તરી જાય રી.*

*જોમ તારું જરાયે ન ટાઢું પડે,*
*આખરે હાર પણ કરગરી જાય રી.*

     કવિ-જુગલ દરજી
         🖊માસ્તર

No comments:

Post a Comment