Sunday, 26 February 2017

ગીત

રોજની જેમ જ આવજે ને
સવાર નું છાપું લેવા
પપ્પા ની નજર તો છાપામાં
ને તારી નજર મારો ઉજાગરો શોધે

રોજની જેમ જ આવજે ને
ચાવી લેવા ને મુકવા
પપ્પા ની નજર તો છાપામાં
ને તારી આંગળી મારો સ્પર્શ શોધે

રોજની જેમ જ આવજે ને
મોસમ નો હાલ પુછવા
પપ્પા ની નજર તો છાપામાં
ને મારું  મન વાસંતી ટહુકા શોધે

રોજ ની જેમ જ આવજે ને
હું સાસરે થી ફોન કરીશ
પપ્પા ની નજર  તો છાપામાં
તું "હલો "કે ને મારી ગઇકાલ શોધે..

માના વ્યાસ

No comments:

Post a Comment