અછાંદસ કાવ્ય
-----------------
ફાટેલા કપડાં પહેરી આવેલા ;
પસ્તીવાળા સાથે કરી રક્ઝક,
10 રૂ. કિલોના 11 રૂ. કરાવે,
પણ સ્વજન ની પુણ્યતિથિએ,
જઈ મંદિર માં 1000 ની રસીદ ફડાવે.
ટહેલવા નિકળે રાતે તો,
ફૂટપાથ પર ટુટીયુવાળી,
સુતેલા ડોશા ને જોઈ,
અરેરે !બિચારા ના ઉદગાર મોંમા આવે
બસ પછી....
જઈ ઘરે phone પર પિત્ત્ઝા ઓર્ડર કરાવે
ભીખ માંગવા આવી ચડેલા,
કોઈ બાળક ને આપી એક રોટલી
શબ્દ, સો સંભળાવે
પણ શ્રાવણ માસ માં જઈ મંદિરે
બ્રહ્મભોજન કરાવે.
પ્રેમથી કોણ પૂજે છે ઈશ્વર ને ?
કા માંગણી કા ડર થી પૂજા કરાવે,
દુનિયા બહુ ખરાબ છે કહી,
પોતાની જાત ને સારામાં ખપાવે..
પૂર્વી બ્રહ્મભટ્ટ
No comments:
Post a Comment