ખુદને તારી આંખમાં જોઉં પછી
આયનો શુ કામ હું જોઉં પછી
આ જગત આખું હસવા બેઠું છે
તો હું શા માટે હવે રોઉ પછી.
મારુ મારામાં કશુ હોતું નથી
મુજને તારામાં હુ ખોઉ પછી
સુર્ય મારો પણ ભલા ઝળહળ થશે
જાતને ઝાકળથી હું ધોઉ પછી
આખરે તો સૌ મને સારો કહે
પણ કબરમાં જ્યારે હું હોઉ પછી...
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment