વળાંકે વળાંકે વળી જાય રસ્તા
મન મારું કેવા કળી જાય રસ્તા
આપણ ને એકાંત હવે કેમ લાગે
સહજ રીતે જ હળી જાય રસ્તા
છુટા પડયાનું એને પણ દુખ છે
આ ચૌરાહે પાછા મળી જાય રસ્તા
એમતો મંઝીલ જેવું કંઇ હોતું નથી
ક્ષિતીજ ની સાથે ભળી જાય રસ્તા
બે ચાર કદમ હજુ માંડ ચાલ્યા હશું
ંઆખે આખાય આ બળી જાય રસ્તા
નિરુપમ નાણાવટી
No comments:
Post a Comment