Wednesday, 22 February 2017

ગઝલ

અલી છોડી , ચ્યમ આટલી બધી મૈડાય સ ?
હું  સ એવું  તારામાં  ક  આટલી કતરાય સ ?

મેળામાં ચેટલીય છોડીયું હારી હારી  સ
ચ્યાં  કોઇ  આટલો બધો ભાવ ખાય સ ?

આંખ્યુંના આવા ઊલાળા ન કર તું
અમન  ભર  ઊનાળ  ટાઢ  વાય સ .

થોડાં આભલાં હું જડ્યાં પોલકામાં તૈં
આમ  ઊલળી ઊલળી ન હરખાય સ .

હજી તો કાંય બોલ્યા ય નઇ અમે તોય
હું  કાંમ પસ  આટલી બધી શરમાય સ .

કઇ દેન એક વાર દલડાની વાત તારી
બોલ્યાના  ચ્યાં  પૈસા  કાંય  થાય  સ .

જોઇ લે પસ આ બંદાનો ઝપાટો
ચેવાં  પરેમનાં  ગીતડાં  ગાય  સ  !!!

                જશુ  પટેલ
              ૨૧-૦૨-૨૦૧૭
                 યુ.એસ.એ.

ચ્યમ = કેમ    મૈડાય સ   = મરડાય છે
સ = છે         કતરાય સ = કતરાય છે
ક = કે           ચેટલીય    = કેટલીય
ચ્યાં = ક્યાં     હું જડ્યાં   = શું જડ્યાં
પસ = પછી    કઇ દેન      = કહી દેને
ચેવાં = કેવાં    અમન        = અમને

No comments:

Post a Comment