આજ મીરાં ને જાણે માધવ મળ્યો
એટલો આજ મુજને આનંદ મળ્યો
જમાનાના ઝંઝાવાતમાં અટવાયેલી
એક કશ્તી ને જાણે કિનારો મળ્યો
સુનું હતું આજ સુધી અંતરઆકાશ
ચાહતનો ચમકતો એક સિતારો મળ્યો
ભીની બારુદ સમ હતી ભાવનાઓ
અચાનક આગ લગાવતો અંગારો મળ્યો
પડવા આખડવાની આવી'તી પરાકાષ્ઠા
નવ જીવન આપતો એક સહારો મળ્યો
સાંભળો મુજ મહીંથી પ્રગટ્યો મૌન સૂર
વ્યાકુળ વાંસળીને કૃષ્ણનો ફૂંકારો મળ્યો
કેવી બેબુઝ હતી મુજ જિંદગીની મંઝિલ
નવી રાહો ઉપર સ્નેહનો સથવારો મળ્યો
"પરમ"પ્રેમ પંથ પણ હવે નિરાળો બન્યો
એક "પાગલ" રૂહ સાથે આ કેવો પનારો પળ્યો
ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment