*જિંદગી *
કાં! સતાવે મને જિંદગી,
કાં! હરાવે મને જિંદગી.
આગ ચાંપી ઘણાં તાપશે,
કાં! ધખાવે મને જિંદગી.
ખેલ થોડાં રમાડી જુદા,
કાં!,નચાવે મને જિંદગી.
બોજ આપી ઘણો કાંધ પર,
કાં! નમાવે મને જિંદગી
મોત આપી પળે પળ અહીં,
કાં! ડરાવે મને જિંદગી .
સ્નેહનો તાંતણો બાંધવા,
ના,મનાવે મને જિંદગી.
આંખમાં આંસુ ધાર્યા હરિ,
ના,હસાવે મને જિંદગી.
આપશે એ મને ઘાવ પણ..
ના,અપાવે મને જિંદગી.
હો'ફિઝા' બાગમાં પણ સખી,
ના,સજાવે મને જિંદગી.
કાજલ કાંજિયા 'ફિઝા'
24/2/2017
No comments:
Post a Comment