|| અણનમ માથા ||
(ગીત:- સાવજડું)
અણનમ માથા અણનમ માથા શિષ કટાવે અણનમ માથા
ઝુકે કદી ન ક્રોડ દીયે પણ મોત મનાવે અણનમ માથા
મહારાણો પરતાપ ઝુકે ના જંગલ ભટકે અણનમ માથા
થરથર આખો અકબર થાતો દિલ્લી થડકે અણનમ માથા
સાત ગામનો ધણી અકેલો વિહળ રાબા અણનમ માથા
બાદશાહને સલામ શેની કરો કહુંબા અણનમ માથા
દેતા કન્યા અહમદશા' ને ઊભો સામંત અણનમ માથા
બહારવટા બિહોલ ગામના અહરાણા અંત અણનમ માથા
આખરમાં આઝાદ અમારા હાથે મરતા અણનમ માથા
અંગ્રેજોના હાથે ના'વે ધીંગે ધરતા અણનમ માથા
ગ્રજવી ગોહીલવાડ ધરાને જોગીદાસે અણનમ માથા
શુદ્ધશિયળના રંક સહારા રાજા ત્રાસે અણનમ માથા
ધરણી યુનાની પર કેવલ ત્રણસો જોદ્ધે અણનમ માથા
માત આપવા મોત ભલે હો ભભકે ક્રોધે અણનમ માથા
અણનમ માથા અણનમ માથા વંદન તમને અણનમ માથા
*ધાર્મિક* ધરતો ચરણો માંહી રચના સારી અણનમ માથા
-કવિ ધાર્મિકભા ગઢવી 971242215
No comments:
Post a Comment