મધુવનમાં તારા પ્રણયને ઢંઢોળી આવ્યો છું,
આભમાં તારી તસ્વીરને ખોળી આવ્યો છું
મતસ્યનું હૈયું જેમ હિબકે ચઢે જળ વિના,
રણમાં તારી તૃષાને ઝબોળી આવ્યો છું.
તિક્ષણ નજરથી વિધું ઝાંઝવાનાં મૃગજળને
ઝંખનાને કલ્પવૃક્ષ પર કરી હોળી આવ્યો છું.
સોનાના હરખથી મઢાવું કલ્પનાનાં તંરગોને,
અધરને તારા હું સ્પર્શ કરી રોળી આવ્યો છું.
ઝાંખી છે હવે ભીતર તારા નયનની મારામાં,
મીણબત્તીમાં તારા કાજળને પીગાળી આવ્યો છું..
રૂપાલી ચોકસી "યશવી"
No comments:
Post a Comment