*પલ | હૃદયનો સીધો અનુવાદ*
સૂક્કા સપનાનો સરવાળો,
જીવન યાને પંખી-માળો.
કોણ કહે છે સીધું-સાદું,
જીવતરનો લાંબો ગોટાળો.
આ સિક્કાની ત્રીજી બાજુ,
છાપા-કાંટાથી કંટાળો.
હોઠ સિવીને બેઠો છું હું,
ભીતર ચાલે છે હોબાળો.
દુનિયાને ઘોંઘાટ ગમે છે,
ખામોશીને કાં પંપાળો ?
ગઝલોમાં એ ખીલે-ખૂલે
સીધી ક્યાં બોલે છે ગાળો ?
મેં ચ્હેરાને બહુ શણગાર્યો,
પડછાયો કાળો ને કાળો !!
*આલાપ*
#CM_Sarkaar
No comments:
Post a Comment