Sunday, 26 February 2017

ગઝલ

દરિયાના આ વિસ્તારને ખરીદવા નીકળ્યો છું
આકાશમાંથી તારા તોડી લાવવા નીકળ્યો છું
હા હું પાગલ છું એટલે હું દુનિયા બદલવા નીકળ્યો છું

ગરીબીને માત આપી અમીરી તોડવા નીકળ્યો છું
ઘરની વાસ્તુઓ વેચી ગરીબી તોડવા
નીકળ્યો છું
હા હું પાગલ છું એટલે હું દુનિયા બદલવા નીકળ્યો છું

દુષ્મનો સાથે ઝઘડો કરી મિત્રોને શોધવા નીકળ્યો છું
જો ન મળે કોઈ તો સારા માણસો શોધવા નીકળ્યો છું
હા હું પાગલ છું એટલે હું દુનિયા બદલવા નીકળ્યો છું

પગ પર પગ ચઢાવી હિમાલય પાર કરવા નિકયો છું
બંધ આંખે આખી દુનિયા જોવા નીકળ્યો છું
હા હું પાગલ છું એટલે હું દુનિયા બદલવા નીકળ્યો છું

પર્વત અને દરિયાની નિલામી કરવા નીકળ્યો છું
સરોવરો અને નદીને મફતમાં આપવા
નીકળ્યો છું
હા હું પાગલ છું એટલે હું દુનિયા બદલવા નીકળ્યો છું

ક્રોધ અને વેરને છોડી લાગણી અને પ્રેમ લેવા નીકળ્યો છું
મારી આવી વાતોનો વિસ્તાર આપવા
નીકળ્યો છું
હા હું પાગલ છું એટલે હું દુનિયા બદલવા નીકળ્યો છું

દેશને બચવવા દેશવાસીને સલાહ દેવા નીકળ્યો છું
ભલે કોઈ ન સાંભળે તોઈ દેશને જોવા નીકળ્યો છું
હા હું પાગલ છું એટલે હું દુનિયા બદલવા નીકળ્યો છું

"રહીશ" ભગવનની વાતું સાંભળી છે તેને શોધવા નીકળ્યો છું
માં બાપ છે ભગવાન એવું કહેવા નીકળ્યો છું
હા હું પાગલ છું એટલે હું દુનિયા બદલવા નીકળ્યો છું

*રહીશ*

ત્રિપદી છે ભૂલ હોય તો જણાવો..

શબ્દ કે કોઈ પઁક્તિમાં....

No comments:

Post a Comment