== વંચાઈ ગઈ ==
ખાનગી વાત હતી જે પડીકે માંઈ ગઈ,
ટુકડે ટુકડે એ ગામમાં ચર્ચાઈ ગઈ.
ડાયરી મારી હતી, વાંચવી અધરી જ હતી,
જ્યાંથી તારી જ કથા થઈ શરૂ, વંચાઈ ગઈ.
દારુગોળા સમી મેં લાગણીઓ સાચવી'તી,
કોણ જાણે પછી દિવાસળી ચંપાઈ ગઈ !
એ રીતે પ્રેમમાં પણ કૌતુક મારે થયું છે,
પગ પ્રમાણે જ એ ચાદર પછી લંબાઈ ગઈ.
ખૂબ વાસ્તાર થયો, નામ થયું, મોજ કરી,
એક અસ્થિકુંભમાં જાત સમેટાઈ ગઈ.
== મંથન ડીસાકર (સુરત) 14/01/2017
No comments:
Post a Comment