*દોહા*
રાણીના ચીર રાખી, બની કેસરી કાય ||
મીરાં માટે માધવા, ધરા ધણી બન જાય ||૧||
રામ નગરીનાં રાજા, વસે મહીં વનવાસ ||
ભ્રાતા સંગ ને ભાર્યા, સમરસ કેરી આશ ||૨||
ભાલ તિલક અંગ ભગવા, વરી લઇ વૈરાગ ||
નામે ભગત નરસૈંયો, રંગે કેશવ રાગ ||૩||
મળી રહે ભૂમિ મસાણ, ભેરું કેરાં ભૂત ||
નામ રાખે નીલકંઠ, ભગવાન અંગ ભભૂત || ૪ ||
- ભાવિન દેસાઈ 'અકલ્પિત'
No comments:
Post a Comment