== શીખાવ ને!==
પૂરો સમય તો શીખવા માટે આપ.
થોડો પ્રણય તો શીખવા માટે આપ.
આવી જઈશ માફક તને આપોઆપ,
તારું હૃદય તો શીખવા માટે આપ.
કાંટા બધા ભેગા કરી લેશે બાગ,
ફૂલોનો ભય તો શીખવા માટે આપ.
સંજોગ ભીના ને ઉપરથી વરસાદ,
તારા નયન તો શીખવા માટે આપ.
ખુવાર થઇ જાઉં, મરી-મીટુ સાવ,
એવો પ્રલય તો શીખવા માટે આપ.
ગમતો હતો એ દિવસોનો વિવાદ,
યુવાન વય તો શીખવા માટે આપ.
કેવું મધુર *મંથન* તમે ગાયું ગીત,
આલાપ-લય તો શીખવા માટે આપ.
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment