Wednesday, 1 March 2017

ગઝલ

શબ્દ નામે શ્વાસ છું હું.
પ્રકૃતિની ખાસ છું હું.

રાખ તારો હાથ માથે,
તુજ હૃદયની પાસ છું હું.

રોજ બદલે છે તું વિષયો
તો શું કોઈ તાસ છું હું!

આ ઉભી છું મુક સવાલો,
સો પરીક્ષા પાસ છું હું.

ના નથી આભાસ તારો,
હર ઘડી હર માસ છું હું.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment