રોજ બોલીને રોજ ફરે છે જાને નફફટ
મારી સાથે દાવ કરે છે ?જાને નફફટ
પગારપત્રમાં નામ છે બીજી કોક જગાનું
ચોકી બીજે ક્યાંક ભરે છે ? જાને નફફટ
હું સુક્કાભઠ્ઠ રણમાં માટી ફાકી થાકી
ને તું લીલું ઘાસ ચરે છે ? જાને નફફટ
તારા જેવા એક નહિ પણ સાડી સત્તર
મારી ઉપર રોજ મરે છે જાને નફફટ
- Chandresh Naraj
No comments:
Post a Comment