Wednesday, 1 March 2017

ગઝલ

મોંધવારીમા પણ હું અેના દામ લખવાનો
ભરી સભામા હું શબ્દોની જાત લખવાનો

ભલે કરતા રહે લોકો તમારી અવગણના
હું પાનખરમા પણ વસંતના માન લખવાનો

આમ તો પ્રેમપ્રસંગો ઘણા થઈ ગયા જગમા
પણ હું તો રાધા-કૃષ્ણનું જ નામ લખવાનો

ધણા જન્મે છે અને મરે છે આ મારા દેશમા
પણ હું તો શહિદના કફનની પહેચાન લખવાનો

સંબંધો તમારી સાથે હંમેશા સજીવન જ રહેવાના
કારણ કે હુ મારા દિલમાં તમારુ જ નામ લખવાનો

ભારતમાતાના  સંતાનોને અમર રાખવા માટે
હું ભગતસિંહનુ ઈંક્લાબ-જીંદાબાદ લખવાનો

જીવંત રહુ સદાય લોકોના દિલમાં 'અંદાજ'
હુ અેવી અનેરી મારી શાન લખવાનો

                  - ધવલ ભિમાણી 'અંદાજ'

No comments:

Post a Comment