Wednesday, 1 March 2017

અછાંદસ

અસ્તિત્વ મારું રઝળી પડ્યું

હું તને ગોતું ક્યાંય તું ના જડે,
અસ્તિત્વ  મારુ રઝડી પડ્યું.
વિસર્જન છતાં શોધું લપાતી આંખે,
મારી ઈચ્છાઓ ને ધરબી દીધી ભીંતોમાં,
સ્વપ્નનો ની પાંખો ફેલવાતાં પહેલા,
સ્ખલન થઈ ગયું તેનું,
હવાતીયા મારૂ ચારેબાજુ
હવામાં ભગ્ન હ્રદયે
બારી બહાર ડોકાતી મારી,
મહેચ્છાઓ ને સ્મશાનમાં મૂકી
બાળી તર્પણ કરું. તરફડયા કરું હવે
ચીસો પાડી ને ભીતરની દીવાલમાં કણસી ઊઠું
વગર વાંકે દડદડ વહે મારા આસું હવે તો
છાના ડૂસકાં ને કેમ કરી સમજાવું !

યશવી

No comments:

Post a Comment