ક્યાંક હજી પણ અવાજ પડઘાય છે,
ઝરણાં પત્થરો વચ્ચે
અથડાય છે.
રૂદન એનું જંગલોમાં ગુંજ્યા કરે છે સતત,
તરણાં એની કોમળતાથી પરખાય છે.
નાની અમથી વાતમાં હયાતી મટી આપણી,
બારણાં આજે પણ જોને અફળાય છે.
ઘરમાં ભલે એક
મુઠ્ઠી જારના હોય,
દરણાં મહેમાન કાજે આજે પણ દળાય છે.
ધરાએ ભલે રીસામણાં લીધા સ્વજનથી,
સ્નેહ એનો સવારે ઝાકળ થકી કળાય છે.
મુકેશ કાનાણી !નાકામ!
No comments:
Post a Comment