Wednesday, 1 March 2017

ગઝલ

Love itt...!!
મિસ્કીન સાબને સલામ

શબ્દ પણ તું જ છે, સૂર પણ તું જ છે
મૌનમાં ધબકતું નૂર પણ તું જ છે

તું જ લે છે સતત કાળજી તે છતાં
ક્રૂર પણ તું જ નિષ્ઠુર પણ તું જ છે

તું જ તરસે અને તું જ વરસે પછી
બેઉમાં જોઉં આતુર પણ તું જ છે

કોઈ બંધન નહીં કાળ કે સ્થળ વિષે
ખૂબ પાસે અને દૂર પણ તું જ છે

ના, ટકોરાય દે બંધ દ્વારે કદી
તેજનું પૂર મજબૂર પણ તું જ છે

ઉકલે તું પછી ઉકલે છે બધું
ભીતરે ભરમ ભરપૂર પણ તું જ છે

હા ઝઘડતો રહે રોજ મિસ્કીન પણ
જગતમાં એક મંજૂર પણ તું જ છે

        રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

No comments:

Post a Comment