રંગભરી પિચકારી લાવો રંગરસિયા,
તનમનમાં રંગ વરસાવો રંગરસિયા,
ફાગણની ફોરમ લાવે અંગમા અંગળાય,
રુમઝુમ ચાલે દોડી આવું રંગરસિયા,
ડોલીમાં રાધા આવે શ્યામને મળવા,
ધુળેટીએ રંગને દિલબર રંગરસિયા,
જોબન જુવાની ફાટી ફાટી જાય રંગમાં,
સોળે કળાએ ખીલીઓ કેશુડો રંગરસિયા,
વગડામાં વાસંતી વાયરા ચુભે ચારે કોર,
એકલતામાં તારી યાદ આવે રંગરસિયા,
જોજનદુરથી તારા વિના હું હોળી કેમ રમું,
"અઝીઝ" રંગની પિચકારી બની આવ રંગરસિયા,
ભાટી એન "અઝીઝ"
No comments:
Post a Comment