Tuesday, 28 March 2017

ગીત

*માતાજીનું ભક્તિ ગીત*
(રાગ:શંભુ ચરણે પડી....)

માં તું રે'જે સદા
આશિર્વાદ બની
કષ્ટ નિવારો.....
         માં તારી રહે સદા બલીહારી(2)
જીવન નૈયા મારી
પાર ઉતારો વળી
સદગુણ આપો.....
         માં તારી રહે સદા બલીહારી(2)
હૈયે રહે તું સદા
ગુણ ગાઉં તારા
ભક્તિ આપો......
         માં તારી રહે સદા બલીહારી(2)
પુષ્પ બીછાવું ઘણાં
ઘર મારું પાવન કરો
અમી વરસાવો......
         માં તારી રહે સદા બલીહારી(2)
અખંડ જયોત કરી
શ્રધ્ધા અર્પણ કરી
રાહ બતાવો.........
         માં તારી રહે સદા બલીહારી(2)
માં તને ચારે યુગે વખાણી
તારી સિંહની સવારી
દુષ્ટ સહાંરો.........
         માં તારી રહે સદા બલીહારી(2)
વંદુ હાથ જોડી
અભિમાન ત્યજી
આશિષ આપો.......
        માં તારી રહે સદા બલીહારી(2)

કાજલ કાંજિયા 'ફિઝા'
28/3/2017
*જય માતાજી*

No comments:

Post a Comment