Tuesday, 28 March 2017

ગઝલ

દ્વાર સજ્જડ બંધ છે હું શું કરૂ?
ને  ટકોરા  અંધ  છે  હું શું કરૂ?

એક તો  ભારે  પીડાનુ  જોતરું
સાવ નબળા સ્કંધ છે હું શું કરૂ?

એકધારી પાંખ ફફડાવુ છતાં
કોચલું અકબંધ છે હું શું કરૂ?

આશકા લીધી સ્મરણના દીપની
હાથમાં  સુગંધ  છે હું  શું  કરૂ?

જિંદગી!તોડી જ નાખત તાગડો
કૈઁ  રૂણાનુબંધ  છે  હું  શું  કરૂ?

ડુબશે બેનામ પત્થર શ્વાસના
મોત  સેતુબંધ  છે  હું શું કરૂ?

                            હર્ષા દવે.
                          28/3/17

No comments:

Post a Comment