ચંદન, તિલક કરતો માણસ,
માળા લઈને ફરતો માણસ.
સુરજ સામે બાથ ભીડીને,
અજવાળાથી ડરતો માણસ.
ચ્હેરા ઉપર ચ્હેરો ચોડી,
દર્પણ સામે ધરતો માણસ.
કોઈની આંખે મન્નત થઈને,
તારા માફક ખરતો માણસ.
ખોબે ખોબે હસતો જ્યારે
આંસુ કુવે ભરતો માણસ.
મંદિર મસ્જિદ રખડી રખડી
ઘરના ખૂણે ઠરતો માણસ....
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment