હે પગલી તારા રૂપની પાસે
પૂનમનો ચાંદલો ઝાંખો લાગે
હે પગલી તારા રૂપની.....
હે તારી આંખોના ઉંડાણ પાસે
મને દરિયો છિછરો લાગે
હે પગલી તારા રૂપની.....
હે તારા લીસ્સા લીસ્સા બદન પાસે
આરસપહાણ પણ ખરબચડો લાગે
હે પગલી તારા રૂપની......
હે તારા ગોરા ગોરા મુખ પાસે
અપ્સરાયુ અળખામણી લાગે
હે પગલી તારા રૂપની.......
હે તારા હળવેથી ચુમેલ હોઠ પાસે
અમૃતનો સ્વાદ પણ મને કડવો લાગે
હે પગલી તારા રૂપની......
હે તારા જોબનના જામ પાસે
શરાબ નો ઘુંટ સાવ ફિક્કો લાગે
હે પગલી તારા રૂપની.....
હે પગલી તું છો સતીષના સ્નેહની રંગોળી
તારા પ્રેમ ના પ્રતાપે મને જીવન રંગીન લાગે
હે પગલી તારા રૂપની......
- સતીષ સખીયા
No comments:
Post a Comment