કવિતા બીમાર
શું રોજ બીમાર જ રહે છે?
ક્યાંક કોઈ ચેપી રોગ તો નથી ને ?
કવિતાને શું થયું હશે?
બેશુદ્ધ થવાની તૈયારીમાં લાગે છે,
એનું ઑપરેશન કરાયું?
ઝીલ જેવી સુંદર,
નદી જેમ વહેતી ,
દરિયા જેવી વિશાળ,
સુંદર લાગતી કવિતા ,
સુકાતી જાય છે.
મધુરી વાંસળીના સુરો રેલાવતી,
નાચતી, મોરની જેમ કળા કરતી,
ટહુકતી,નાચતી,કૂદતી કવિતા ઉદાસ છે.
કવિતા બીમાર પડી,
વાઇરલ ઇન્ફેકશન લાગ્યું
કે કોઈ અન્ય રોગ હશે?
પહેલા કેવી ગુલાબની કળી જેવી હતી?
સાવ મુરઝાઈ ગઈ છે,
એના મુખ પરનો પેલો સ્મિતનો અર્ધ ચંદ્ર પણ અસ્ત થઈ ગયો ,
કવિતા સાથે કાંઈ અજુગતુંતો નથી થયું ને?
-સંદીપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment