એક ખજૂરીના પ્રતાપે, ભીનું ભીનું રણ અરે !
આંસુહીન મૂગા પ્રલાપે ભીનું ભીનું રણ અરે !
સૂર્ય ભીનીછમ પ્રશાખે આવીને લટકી રહ્યો,
એ ખબરને કોણ છાપે, ભીનું ભીનું રણ અરે !
રણ તળે સૂતો સમંદર, ઉછળે છે, છોળ-છોળ,
રેત થર પણ કોણ ઉથાપે, ભીનું ભીનું રણ અરે !
લાગણીતર, કોણ એ તરબોળ અહીંથી નીકળ્યું,
રેતમાં પગલાંની છાપે, ભીનું ભીનું રણ અરે !
એક કોયલ આમ્રનો ટહુકો લઇ બેસે અહીં,
ખાલીપો ત્યાં રાહ માપે, ભીનું ભીનું રણ અરે !
- સૈયદ શકીલ
No comments:
Post a Comment