Tuesday, 28 March 2017

ગઝલ

ચાહુ છુ અનહદ તને, તુ સમજીશ ક્યારે,
યાચુ છુ હરપળ તને, તુ સમજીશ ક્યારે...

નહી જીવી શકાય સાથ આજીવન તારી,
જીવવી છે બે પળ સંગ, તુ સમજીશ ક્યારે...

જીદૃી છે તુ, તો જીદ મારી પણ છે,
નહીં ભુલુ કદીય તને, તુ સમજીશ ક્યારે...

કહેવા તો છે સંસાર સાથ મારી, પણ,
તારા વિના બધુ શૂન્ય, તુ સમજીશ ક્યારે...

માંગુ છું તુજ થી તને હવે પાસે ઈશથી,
નથી કોઈ આશ બીજી, તુ સમજીશ ક્યારે...
ઈશિતા🌹

No comments:

Post a Comment