Tuesday, 28 March 2017

ગઝલ

દુરનો સુંદર નજારો આંખડી જોતી રહી,
બાગની મ્હેકી બહારો આંખડી જોતી રહી.

ફુલતા ફલતા વિચારો આંખડી જોતી રહી,
રંગ ધરતો હર નજારો આંખડી જોતી રહી.

ફુલની ફોરમ બધાના શ્વાસ માં ફરતી રહી,
મૌજમાં ડુબી કતારો આંખડી જોતી રહી.

ભાવનામાં ડુબનારા વળગણો ની કૈદમાં,
કૈદ ભોગી ભાઇચારો આંખડી જોતી રહી

પ્રેમ ઘેલારાજવીની છે નિશાની આખરી,
યાદના ઢળતા મજારો આંખડી જોતી રહીં.

કેટલા માસૂમ પરાણે દોરવાતા આપણે,
આંખડી કરતી ઇશારો આંખડી જોતી રહી.

                      માસૂમ મોડાસવી

No comments:

Post a Comment