Sunday, 26 March 2017

ગઝસ

ચહેરો બનાવવામાં બહુ વાર લાગે છે ;
તમને ય ધારવામાં બહુ વાર લાગે છે.

'ઇર્શાદ' કહીને થોડી તો ધીરજ ધરી શકો-
આ દિલને ખોલવામાં બહુ વાર લાગે છે.

વિખરાયેલી સુગંધ, ભીનો સ્પર્શ, તારી યાદ,
સઘળું સમેટવામાં બહુ વાર લાગે છે.

ધારો તો એક પળમાં ઉભા થાય દુશ્મનો
બસ, મિત્ર શોધવામાં બહુ વાર લાગે છે.

એ તથ્ય છે  કે યાદને હોતું નથી વજન;
એને ખસેડવામાં બહુ વાર લાગે છે.

ડૉ.ફિરદૌસ દેખૈયા

No comments:

Post a Comment