ઍક માણસના હ્રદયને દુભાવીને કયાં જશો,
લાગણી પોતાની આમ છુપાવીને કયાં જશો!!
જીવતો હતો જે તમોને બસ જોઈ જોઈ ને,
ઍની નજરનાં શ્વાસ ઝુટાવીને કયાં જશો!!
હિંમત હો તો મીલાવો નજર થી નજર જરા,
અડધી લડાઈ છોડી નેણ ઝુકાવીને કયાં જશો!!
રહેવા દો અકબંધ ઍને ઍ મને ખુબ ગમે છે,
ભ્રમણાઑ પરથી પડદો ઉઠાવીને કયાં જશો!!
મજબુત કોઈ આધાર લો દુનિયા તો બરડ છે,
સ્વપ્નાઑ ત્યાં તમારાં સુકાવીને કયાં જશો!!
- દિપક ઠાકર
No comments:
Post a Comment