Tuesday, 28 March 2017

ગઝલ

શોધું છું
******
ડૂબવા  એની  આંખોમાં   ઊંડાણ શોધું   છું,
આપવાને  કારણ  સચોટ   બીડાણ શોધું  છું.

મળે જગ્યા  થોડી  હૃદયમાં  પોલાણ શોધું  છું,
રહે  સદા  અતૂટ   પ્રીતનું   જોડાણ શોધું  છું.

વાંચે  મૌનની  લિપિ કોઈ   સુજાણ શોધું  છું,
ઊગે  બીજ  સ્નેહનું  એવું   ખેડાણ શોધું  છું.

સ્પર્શી શકે મુજ ઊર્મિઓ એ ખેંચાણ શોધું છું,
મુઠ્ઠીભર  એના ઉર  મહીં  રહેઠાણ  શોધું  છું.

મદમસ્ત એના લોચન મહીં ઘમસાણ શોધું છું,
ચિત્ત  કરે  ઘાયલ  એવું  ધનુષ-બાણ શોધું છું.

      - સંજય બાપોદરિયા ' સંગી'
         મોરબી

No comments:

Post a Comment