કે મને કામ ન બતાવો કોઇ, હડતાલ પર છું,
કામ જેવા દામ લાવો કોઇ, હડતાલ પર છું.
ભાષણોથી છો તમે ગજવી નાખ્યો ગુજરાતને,
કાયમી જ કરી બતાવો કોઇ, હડતાલ પર છું.
નેતાઓના પગ દબાવો, આપો આવેદન પત્રો,
તંબુ તાણો ને સતાવો કોઇ, હડતાલ પર છું.
વાયદા છે ચાંદ ઇદનો, ને સહન તમને કર્યા,
વચન બસ પાળી વતાવો કોઇ, હડતાલ પર છું.
તું રહેવા દે ને "જયલા" આ નકામી દોડ છે,
ગોળ કોણીએ ચટાવે કોઇ, હડતાલ પર છું.
@ જયેશ પ્રજાપતિ "જયલા"
કે મને કામ ન બતાવો કોઇ, હડતાલ પર છું,
કામ જેવા દામ લાવો કોઇ, હડતાલ પર છું.
ભાષણોથી છો તમે ગજવી નાખ્યો ગુજરાતને,
કાયમી જ કરી બતાવો કોઇ, હડતાલ પર છું.
નેતાઓના પગ દબાવો, આપો આવેદન પત્રો,
તંબુ તાણો ને સતાવો કોઇ, હડતાલ પર છું.
વાયદા છે ચાંદ ઇદનો, ને સહન તમને કર્યા,
વચન બસ પાળી વતાવો કોઇ, હડતાલ પર છું.
તું રહેવા દે ને "જયલા" આ નકામી દોડ છે,
ગોળ કોણીએ ચટાવે કોઇ, હડતાલ પર છું.
@ જયેશ પ્રજાપતિ "જયલા"
No comments:
Post a Comment