Wednesday, 25 October 2017

ગઝલ

*ગરમાવો*
કેવો  છે  હાલ ગરમાવો  ગુજરાતમાં,
ઠંડીનો   યે   ન  ચમકારો  મધરાતમાં.

જોને જીભ પણ કેવી એ ભડકે બળે,
તણખા તીખા ખરે સકળ મુલાકાતમાં.
                      
જૂનું   કૈં  યાદ  ના  ઊખેડે  એ  નવું,
જાઉં  છું  હું ચડી  ચકડોળે  વાતમાં.
 
બદલે છે દોસ્ત જો પલપલમાં પાટલી,
તૂટે  એનું  દિલ  જરી અમથી  વાતમાં.

ગાવા ગુણગાન જો પોતાની  જાતનાં,
લૂંટાવે    લોક    લાખો   જાહેરાતમાં.

મૂંગા  મોંએ  જુઓ  ખેલે સોદાગરો,
સરકી ગ્યાં લોક કૈં ઊંડા આઘાતમાં.

ચેતી  હંકાર  જો  ભૈ  જીવન-નાવડી,
ડૂબે ના  એ  ખરા  જગ-ઝંઝાવાતમાં.

     - *સંજય બાપોદરિયા 'સંગી'*
       *મોરબી*

No comments:

Post a Comment