*સહિયારી વક્રોક્તિ*
મિત્રો પોલા ખોખા જેવાં,
જાણે સાવજ બોખા જેવાં,
હું તારો છાંયો છું કે'તા,
રાવણનાં એ ડોકા જેવાં,
મોટી મોટી વાતો કરતાં,
ચોંટે દાણા ચોખા જેવાં,
'સમજૂ છું' નાં ઘોડા હાંકે,
નીકળે સાવ ડોબા જેવાં,
સુતળી બોમ્બ બ્હારથી લાગે,
અંદર રદ્દી ટોટા જેવાં,
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
આંટા કાપે આગળ પાછળ,
ગબડે જાણે લોટા જેવાં,
ઉડતાં એ ગુબ્બારા જેવાં,
ફૂટે તો પરપોટા જેવાં,
નેતા જેવાં ભાષણ આપે,
પસ્તીના તો થોથા જેવાં,
મોકો શોધે ખાલી ખોટો,
મારે શબ્દો ધોકા જેવાં,
બણગાં મોટાં ફૂંકી ફૂંકી,
ગગડે ખાલી હોકા જેવાં.
*- કીર્તિ રાઠોડ 'ક્રિતી'*
Wednesday, 25 October 2017
ગઝલ
Labels:
ભાવીન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment