Wednesday, 25 October 2017

ગીત

ચાલ હટ બદમાશ..!
પવનના પરપોટા ફોડે હાથમાં ચાંદ તણી આપે આશ!
ચાલ હટ બદમાશ..!

કાચીંડો રંગ બદલે ,બગલો થઈ ઢંગ  બદલે,
શિકારી  ઝેરીલા સાપ તું  કેટલા અંગ બદલે..
દિલ  ઉપર તારે તો  ઉંગી નીકળ્યા થોર ને વાંસ!
ચાલ હટ બદમાશ..!

કળિયુગનો કાનો બનવાને ફરેબની ગોઠવી તે બાજી,
કાન્હાના નખ જેવડો નથી ; થઈશ ના આમ તું રાજી!
હવસના હાડપિંજર રાવણ તારો થશે નાશ !
ચાલ હટ બદમાશ..!

ચાલ હટ બદમાશ..!
પવનના પરપોટા ફોડે હાથમાં ચાંદ કેરી  આપે આશ!
ચાલ હટ બદમાશ..!

-સંદીપ આર. ભાટીયા

No comments:

Post a Comment