🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
કવિ *શ્રી મુકબિલ કુરેશી* સાહેબની પંક્તિ પરથી એક તરહી ગઝલ...
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*"મહોબતમાં... "*
કરે જે આંખથી ઘાયલ અમે એવી નજર માગી...
ન ઉતરે આપ મેળે જે અમે એવી અસર માગી...
અમારાં પ્રેમને સમજે ને સમજે લાગણીઓને...
ગઝલ બસ દાદથી શોભે વધારે ક્યાં કદર માગી...
નથી મળતાં એ રોજેરોજ અમને એટલે આજે...
અમે બે હાથ ફેલાવી ખુદા પાસે ખબર માગી...
નજર એની, અસર એની, કદર એની, ખબર એની...
મહોબતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માગી...*
*સમય*ના એ નથી તો શું? *"સમય"* એનો જ રે'વાનો...
અમે પણ જિંદગી ક્યાં એક પળ એના વગર માગી...
*- "સમય જામનગરી"*
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
No comments:
Post a Comment